|| શ્રી મહાવિરાય નમઃ ||
આ શિક્ષણ માટે નો મેસેજ છે
( સંપુર્ણ જૈન સમાજ ના વિધાર્થીઓ માટે વિનામુલ્યે વ્યહવારિક - ધાર્મિક શિક્ષણ અને પૌષ્ટિક ભોજન સહ આવાસ વ્યવસ્થાઓ )
શું આપ શાસન અને શિક્ષણ પ્રેમી જૈન છો ?
શું આપ ઇચ્છો છો કે આપણા જૈન સમાજ નૉ સર્વાંગી શૌક્ષણીક વિકાસ થાય ?
તો બસ આપની માત્ર ત્રણ મિનિટ જોઈએ છે.
પ્રણામ દેવ - ગુરુ - ધર્મ ની કૃપા એ કુશળ હશો ,
આપ ને સહુ ને મહાવીર પરમાત્મા નું શાસન મળ્યું છે અને પરમાત્મા ના શાસન પ્રત્યે ની પરમ ઉમદા ભાવના એટલે " સવિ જીવ કરું શાસન રસી ની ભાવના " ..
મોટા ભાગે શાસન પ્રત્યેનો અનુરાગ બાળપણ થી જ રોપી શકાય છે ત્યાં રે આજના વહેવારિક શિક્ષણ સાથે ઘડતર અને ધાર્મિક શિક્ષણ - સંસ્કાર મળે તે આવશ્યક છે
આજે જ્યારે અસહ્ય મોંઘવારી અને સતત મોંઘી થતાં જતી શિક્ષણ વ્યવસ્થા વચ્ચે સારું શિક્ષણ આપવું મધ્યમ વર્ગીય જૈન પરિવાર માટે ખૂબ જ અઘરું બન્યું છે ત્યારે ઇ.સ 1942 થી એટલે કે 80 વર્ષ થી શિક્ષણ ક્ષેત્ર માં કાર્યરત આપણી પોતાની સંસ્થા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય વલ્લભપુરી - કટરિયા તા ભચાઉ , જી કરછ , ગુજરાત , ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં ધોરણ 5 થી 12 ના રહેવા - જમવાની વ્યવસ્થા સાથે સંપૂર્ણ વિનામુલ્ય શિક્ષણ માટે આપને આવકારે છે .
@ ગુજરાતી માધ્યમ
@ English Medium
છાત્રાલય વિભાગ
* તદ્દન નવું બાંધકામ ધરાવતા તથા એક રૂમ માં માત્ર 4 બાળકો નો સમાવેશ,
* એટેચ બાથરૂમ અને યુરીનલ સાથે પૂરતાં કુદરતી હવા ઉજાસ વાળા રૂમ,
* બાળકો ને ભારતીય દેશી ગાય નું શુદ્ધ દૂધ મળે માટે સંસ્થા ના પરિસર માં જ ગૌશાળા,
* રમત ગમત નું વિશાળ મેદાન ,
* સવાર ના નાસ્તા થી લઈ ભોજન સુધી જૈનાચાર મુજબ નું પૌષ્ટિક ભોજન ની વ્યવસ્થા ,
* પ્રતિદિન પ્રાથના / વ્યાયમ
ધાર્મિક શિક્ષણ
* દૈનિક જિનપૂજા
* પ્રતિદિન પાઠશાળા
* આઠમ - ચૌદશ પ્રતિક્રમણ
* દર રવિવાર ના સામાયિક અને સ્નાત્ર પૂજા
* વર્ષ માં એકવાર ધાર્મિક યાત્રા પ્રવાસ
શ્રી કટરિયાજી જૈન તીર્થ એ કરછ ના પ્રવેશદ્વાર માં આવતું ભવ્યાતિભવ્ય તીર્થ છે જે માં પ્રાચીન મૂળનાયક શ્રી મહાવીર સ્વામી તથા વર્તમાન મૂળનાયક મહાભારત કાલીન શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન બિરાજમાન છે અને ચાતુર્માસ સિવાય ના શેષકાળ માં દરેક સમુદાય / ગરછ પરંપરા ના મહાત્મા નું વિચરણ અને સાધના સ્થળ છે જેનો લાભ સંસ્થા માં રહેલ વિધાર્થીઓ ને પણ મળે છે .
1) ગુજરાતી માધ્યમ ,
* પૂરતા શિક્ષકશ્રીઓ મહેકમ સાથે ની અનુદાનિત શાળા ,
* પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માં વર્ગદીઠ 1.5 ના રેશિયા થી શિક્ષક શ્રી ,
* ધોરણ 11/12 માં વર્ગદીઠ 2 ના સરેરાશ રશિયા થી શિક્ષક ,
* શિક્ષક શ્રી ઓ ને સરકાર શ્રી ના નિયમ મુજબ દરેક શિક્ષક શ્રી ને ઉચ્ચ પગાર ધોરણ ,
* આધુનિક સુવિધાઓ સાથે ની ઈમારત .
2) અંગ્રેજી માધ્યમ ,
* ખાનગી અંગ્રેજી શાળા સાથે સંસ્થા નું જોડાણ ,
* ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ ની શાળા ,
* આધુનિક સુવિધાઓ સાથે નું ઇન્ફ્રાસ્ટ્રચર ,
* સંસ્થા તરફ થી અપડાઉન ની વ્યવસ્થા ,
* વેલપ્રોફેશનલ સ્ટાફ
તથા સંસ્થા માં જોડનાર વિધાર્થી
* પાઠયપુસ્તક
* નોટબુક
* સ્કૂલ યુનિફોર્મ
* પૂજા જોડી
* સામાયિક જોડી અને ઉપકરણ
આદી શાળા અને છાત્રાલય જીવન ની તમામ ઉપકરણો ભેટ આપવામાં આવશે ,
1 પ્રવેશ પામનાર વિધાર્થીએ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ પરંપરા મુજબ ના ધાર્મિક નિયમો પાળવા ના રહેશે .
2 છાત્રાલય વિભાગ માં માત્ર જૈન સમાજના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે .
3 પ્રવેશ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રીઓ નો નિર્ણય આખરી ગણાશે .
પ્રવેશ પત્ર ભરવા ની અંતિમ તારીખ - 20/5/2023છે
4 પ્રવેશ પત્ર સાથે
* આધારકાર્ડ
* પાસપોર્ટ સાઈજ નો ફોટો
* સ્થાનિક જૈન સંઘ / સંસ્થા / સમાજ નો ઓળખ નો દાખલો
અવશ્ય મોકલવો
નોંધ - કુરિયર થી અથવા સ્પષ્ટ રીતે વંચાય તેમ pdf કરીને મોકલવા વિનંતી ,
કુરિયર એડ્રેસ
શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય
C/o એવરીડે હર્બલ બ્યુટી કેર
રેલ્વે સ્ટેશન સામે
સમખિયાળી તા . ભચાઉ - જી કરછ
વેબસાઇટ - www.svjbv.org
વાત જરા સંવેદનાની.... શક્ય છે કે આ મેસેજ કદાચ આપને ઉપયોગી ના પણ હોય પરંતુ સમાજ માં અનેક મધ્યમ વર્ગીય પરિવાર પોતાના પરિવાર સારું શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર મળે તે દિશા માં પ્રયાસરત જ છે તે ને આપનો ફોરવર્ડ કરેલ આ મેસેજ કોઈ પરિવાર ને ઉપયોગી થાય માટે આપ ના વ્હોટ્સએપ માં રહેલ ગ્રુપ માં દરેક જૈન ગ્રુપ / મંડળ / સમાજ ના ગ્રુપ માં આ મેસેજ ફોરવર્ડ થાય તેવી લાગણી છે.
સંસ્થા સંબંધી માહિતી માટે 9714824570 પર સંપર્ક કરવો